શબ્દને ઢાળી ગવાતું હોય છે,
મૌનને માણી લખાતું હોય છે.
ના ઘકેલો સ્વજન જાણી દુર તમે
તેમના સંગે વધાતું હોય છે.
યાદ આવે ઘણુ વરસતા વાદળે,
આંખનું કાજલ રેલાતું હોય છે.
માણજો મૌસમ બધી સહુ સાથમાં
પાનખર બાદ વન સજતું હોય છે.
જિંદગી ઝાકળનુ બીજું નામ છે.
બે ઘડી ચમકી જવાનું હોય છે
આ રેખાઓ ની બધી ચાલ સમજો
બધુ હથેળીમાં લખાયું હોય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply