સેંકડો વિવાદ દાટી જોઈએં,
એટલા થોડાક જાગી જોઈએં.
શાંતિ પથરાઈ જાશે એક દિ’,
નફરતોના ઢગને બાળી જોઈએં.
ઉચ્ચ કોટીના હ્રદય છે શ્હેરમાં,
એમના સંસ્કાર માંગી જોઈએ.
આપણા આચાર ખુદ કરશે પ્રચાર,
આદતો એવી સુધારી જોઈએં.
આપણી ભૂલો નજરમાં આવશે,
કોઈની આંખોથી ઝાખી જોઈએં.
હુ હજી ટેવાયેલો છું એ રીતે,
‘ પ્રેમથી અખબાર માંગી જોઈએ’.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply