સાવ એવું તો નથી કે
નાની નાની વાતે ખુલ્લીને ખુશ થવું મને ગમતું નથી.
ગમતા વિષયો પર કે ન ગમતી વાતો પર મારો મત વ્યક્ત કરવાનું મન તો મને ય થાય જ છે..
પણ
ચૌદમાં વર્ષે ‘મા’એ કહ્યું’તું કે,
‘હવે તું સમજણી થઈ ગઈ’
પછી તો,
‘તું બહુ વ્યવહારુ છે, કોઠાસૂઝવાળી છે, ટાણું સાચવતા તને બહુ સરસ આવડે છે’
આવા ઈલકાબો સમયાંતરે મળતા રહ્યા.
ને..મારા ઘણાં પ્રશ્નોનો એક જ જવાબ મળતો કે..
‘સમજણાં થવાના લેખા-જોખા ના હોય’
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply