દિલને હવે સાફ કરી દેજો
સૌને જલ્દી માફ કરી દેજો
કાળ કોને ક્યારે આંબી જશે
હોય વેર તો કાપ કરી દેજો
હું,તમે,એ અને કોઈપણની
જીવરક્ષાનો જાપ કરી દેજો
રોષ,અબોલા સૌને ઘા કરીને
શત્રુતાને શટઅપ કરી દેજો
શ્વાસનો વિશ્વાસ નથી હવે
ખૂલ્લીને બસ લાફ કરી દેજો
-મિત્તલ ખેતાણી
Leave a Reply