વિચાર ફેરવે છે લોકો
નિર્ધાર ફેરવે છે લોકો
નાથો કે નાથાલાલ જોઈ
પ્રચાર ફેરવે છે લોકો
સફળ કે નિષ્ફળ એ મૂલ્ય
સ્વીકાર ફેરવે છે લોકો
ગરજે ગધેડાંને બાપ કહે
ઉચ્ચાર ફેરવે છે લોકો
બીજાંની લાંચ,પોતાની ભેટ
વ્યવહાર ફેરવે છે લોકો
જો માનતા પુરી ના કરે તો
સર્જનહાર ફેરવે છે લોકો
ગમતું જ લ્યે શાસ્ત્રોમાંથી
સાર ફેરવે છે લોકો
એક ભવમાં અનેક ભવ કરે
પ્યાર ફેરવે છે લોકો
તકસાધુતા જ રહે છે સ્થિર
ફેરફાર ફેરવે છે લોકો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply