સમય નું ચક્ર ફરતું ચાલ્યું
દોરાહો વચમાં આવ્યો …
ના ત્યાં હૈયાના સંગમ થતા
ના નદી દરિયો એક થતા
છેવટે એક વિચાર આવ્યો …
બધું ભીનું સુકાય તે પહેલા
હવે દર્દ વહેચાય એ પહેલા
સ્મૃતિઓ સઘળી સંકેલી ભીના હૈયે વિદાય લઈએ .
હિંમત બધી ભેગી કરી, ગૌરવ થી વિખુટા પડીએ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply