સખીમે બીડેલા હોઠમાં છુપાવી સાંજની વાત,
ચોરી સંઘ્યાના રંગોની લાલી એ રાઝની વાત.
સ્વપનોના હિંડોળે સૈયા સંગ ઝૂલવુ એ પ્રયાસ,
જુવો રંગોની હોળી ખેલે પતંગીયા ફુલોની સાથ.
કેવુ ભમરાનુ ગુંજન લાગે છે રસમાં ચકચૂર,
અઘખીલી કળીઓ સાથે કરતો એ ખુલ્લો રોમાંસ.
એની બોલકી આંખોનો ટહુકો જોને ઊડે ચોપાસ,
મારા પ્રિતે રંગાયેલ હૈયામાં થાય કેવો ફફડાટ.
આજ નથી આંખ અને આંસુને કોઇ સાન ભાન,
પાંપણના પલકારે ખુશીઓને થતું ભીનું સંઘાન.
રાધાની આંખ મહી પણ વર્તાય છે પ્રિતની પ્યાસ,
મોરલીના સુર વનમાં રેલાવી કાનો ભૂલે છે ભાન.
મારે આજ વણખૂલ્યા હોઠની કહેવી એક વાત
આ સેથી ચુમીને પાડી છે વિનોદે મઝાની ભાત.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply