સહેજ મળવામાં, ફાંસલો રાખો,
ઈશ્ક શરમાય એટલો રાખો.
હૂંફ મળશે હજાર માથાને ,
વ્રુક્ષનો ઘરમાં દાખલો રાખો.
શું અમારી વિસાત કહેવાની ?
ખુદને જોવાનો આઈનો રાખો.
રોજ જીવનના ઝેર પીએં છે,
આજ એક દોર જામનો રાખો.
દોસ્તી કરતાં કોઈથી, પહેલાં,
એના દુશ્મનથી મામલો રાખો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply