(આ પોસ્ટ દ્વારા : બહુ જરૂર હોય એવા સમયે એની ખોટ પડે તે વાતને દર્શાવવાની અહી કોશિશ રહી છે )
સદાય બંધ રહેતા એ ઓરડામાં,
બહુ વખતે જવાનું થયું.
ખુણામાં જૂનું પુરાણું કબાટ હતું.
ખોલું કે ખોલું ના અસમંજસમાં
છેવટે ધ્રુજતા હાથે ખોલ્યું.
ખાસ તો કઈ જડ્યું નહીં.
નજરે ચડયો
એક કોરો કાગળ,
અને ગળી વાળેલો રૂમાલ.
જોઈ લાગ્યું આખું કબાટ ભરચક છે.
કોને ખબર ક્યા અને કેવી રીતે
મને
એ સફેદ રૂમાલ સાથે પ્રેમ થયો હતો.
મેં લાવીને અહી છુપાવી દીધો હતો.
હજુય મહી પરસેવાની એ ગંધ
યથાવત હશે કે નહિ એની જાણ નથી.
અને પેલો કોરો કાગળ,
લખું નાં લખું નાં અવઢણમાં
એમજ હતો સાવ કોરો કટ્ટ.
જાણે મૃતપાય પડેલી તોપ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply