રૂપથી મહેફિલને પુલકિત ના કરો,
જ્ઞાનને એ મ જ પ્રદુષિત ના કરો.
શબ્દ છોડી લોક આંખો પર જશે,
ગ્લેમરસને આમ લજ્જિત ના કરો.
જે હવાડામાં હશે તે સત્ય છે,
જળના સૌ રસ્તાને સાબિત ના કરો.
ઈશ્કથી જોડાય સૌ, એ અર્થ છે,
જાતને નાહક વિભાજિત ના કરો.
કૈ ‘ હવાઓ વાર કરશે ઈશ્ક પર,
આ જરૂરતને કો’ ખંડિત ના કરો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply