રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું
મારું સરનામું પણ મારે, રોજ મને પૂછવાનું !
સૂરજ સાખે અંગ મરોડે પ્રશ્નો તાજા-માજા
ઉત્તર અડકો-દડકો રમવા થઈ ગ્યા આઘા-પાછા
મેઘધનુષી મ્હોરાં પ્હેરી દર્પણને છળવાનું
રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું !
તર્ક અને તથ્યોના પગલે, ચાલ સમયની નાંણી
ઓટ અને ભરતીની રંગત સમભાવે મેં માંણી
વાતથી પહેલાં મૌનનું અહિંયા પોત ઝીણું વણવાનું
રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું !
ખાલીપો ખખડે નહિં એથી, શબ્દોને મેં સાધ્યા
એમ કરીને એકલતાના પાસા અવળા પાડ્યા
કાલના વરતારાથી આજે, આગળ છે વધવાનું.
રોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply