રસ્તા વચમાં જાળું હતું મહી તાજું ખીલેલું ફૂલ હતું
કેવું ઉઘડતું રૂપ હતું આંખો મહી કાજળનું નુર હતું
હોઠથી અમૃત ઝરતું હતું એ વાતોમાં વહેતું સુર હતું
ઝાકળનું તેને વ્યસન હતું સુગંધથી તે ચકચૂર હતું
અલ્લડ થઇ તે ખીલતું હતું હવા ને સંગ મશહુર હતું
અંજાન ડોલતું મસ્ત હતું મંડરાતા ભમરાને નજર હતું
ફેલાતા રંગોનું ટોળુ હતું એ બસ ભુલાવાનું ઝહેર હતું
માશુમ મન ભેલાતું હતું બાકી સુખ એ એક પ્રહર હતું
બઘુ પ્રહાર માં ખત્મ હતું બસ દુઃખ જીવનભર હતું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply