રાહમાં પથ્થર હશે,
ત્યાં ઘણી ઠોકર હશે.
પાંપણો પર ભાર છે,
ભારેખમ નિંદર હશે.
ક્યાંક દહેશત ક્યાંક મોજ,
આ કયું અવસર હશે?
છે ક્રુપા ચોમેરથી,
ત્યાં ફકત ઈશ્વર હશે.
સૂર્ય એનો નૈ’ ઊગે,
ઉંઘતું બિસ્તર હશે.
આવશે હવાડામાં,
જેટલું ભણતર હશે.
જ્યાં ન ‘સિદ્દીક’ભય હશે,
આપણું એ ઘર હશે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply