રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા
સમયના વાર ખમવાનો કસબ શીખી ગયા
હશે..હા, ડાળ સાથે લાગણી જેવું છતાં,
બધાયે પાન ખરવાનો કસબ શીખી ગયા.
ગમાને અણગમાનો ભાર હળવો થઈ ગયો,
સવાલો ખુદ્દને કરવાનો કસબ શીખી ગયા.
ગણતરી કેટલી મનમાં, મગજમાં હોય છે,
થઈને બાદ, વધવાનો કસબ શીખી ગયા.
હવે હળવાશથી લ્યો, મૌનને પણ સાંભળો,
ગઝલમાં વાત લખવાનો કસબ શીખી ગયા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply