રાત આભ
અંધાર પછેડી ઓઢી
ચુપચાપ સૂતું હતું.
કોણ જાણે ક્યાંથી
ચાંદ નીકળી આવ્યો.
અને રાત ખળભળીને જાગી ગઈ.
પણ કાળા ઘુંઘવાએલા વાદળાં
આ જોઈ ના શક્યા.
એમનું સામ્રાજ્ય છીનવાઈ જતું લાગ્યું
અને ચાંદ છવાઈ ગયો.
રાત હવે,
ફરી ચાંદની રાહ જોતી રહી
સમય કોઈની માટે ક્યાં રોકાયો છે?
આખરે સવાર જીતી ગઈ.
હવે ચાંદ આવે કે જાય
અજવાશને શું ફર્ક પડવાનો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply