પ્યારમાં વિશ્વાસ કરવાની મજા,
એક જગમાં વાસ કરવાની મજા.
દિલના અંધારામાં મૂકી દિવડાં,
ઔર છે અજવાસ કરવાની મજા.
સર્વ દળના શોર ટી.વી. ભાડે લઇ,
રોજ લે, બકવાસ કરવાની મજા.
એ જ તો મર્દાનગીનું કામ છે,
દૂર એને પાસ કરવાની મજા.
નાશ પામી છે અદબ,ઈઝ્ઝત હવે,
છે મને વનવાસ કરવાની મજા.
હું સદા ખુશ રાખવા પાળુ હૂકમ ,
ને તને નાપાસ કરવાની મજા.
રોજ દરિયો ભૂંસી નાખે છે છતાં,
બાળને આવાસ કરવાની મજા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply