પ્રિયે મારું નામ લખેલું તારૂ આ કવર આવે
અંધારી રાત પછી સુરજ લઇ સવાર આવે .
ફોડું કવર ત્યાં મહી પંખડી ગુલાબ આવે
માંહી કદમો પાસે ઝૂમતો તારો પ્યાર આવે .
પત્ર ખોલું ત્યાં તને સ્પર્સતી સુવાસ આવે
જીવંત અહેસાસ વળી અક્ષરે અક્ષર આવે .
પહેલું સંબોઘન પછી અઢળક વહાલ આવે
વચવચમાં વાત લખી વિરહની ક્રમવાર આવે .
લી.પછી સબ્દોમાં પ્રસરી સાહી દેખાઈ આવે
અને છેલ્લે આવજો લખતા આંખોમાં નીર આવે .
લખેલ સબ્દો ચૂમતા નયનોમાં પ્યાસ આવે
હવે આવે પત્ર નહિ, મારો સાજન ઘર આવે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply