રાતમાં બિડાય જેમ પોયણી, એમ પાંપણ ઢળી હતી
બાકી ચાહની સાવ સીધી વાત, પાસે આવી કરી હતી.
સુખની પાલખી પામવા અગણિત વર્ષો દોડ્યા કર્યું
એ તારી પોંચી હથેળી મહી, મારા નામમાં જડી હતી.
ચંદન વન આખું ખુદયું, જીવન સુગંધથી ભરી દેવા
મખમલી મળ્યા જે શ્વાસ, એમાજ તાજગી ભરી હતી.
પ્રેમમાં તકલીફ ઘણી, ને એટલી એની મજા અલગ
દુઃખમાં રહેતી કોરી આંખો, મળતા સુખથી રડી હતી.
જો આંખોના અરીસા મહી તસવીર તારી કાયમી રહે,
તો જીવન મરણની વાતો વિશે, કોને હવે પડી હતી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply