3 – અંતર ના અજવાળા (નવા દિવસો માં જૂની વાતો )
દીપાવલી એટલે પ્રેમ અને ભાઈચારા નો તહેવાર
પ્રેમ તેને કોઈ એક વ્યાખ્યા માં બંઘાય નહિ
જો કોઈનું સાનિઘ્ય મનને ઝંકૃત કરી મુકે તે પ્રેમ !
કોઈના સહેવાસ થી સંતોષની લાગણી જન્મે તે પ્રેમ !
કોઈનો એક સ્પર્સ માત્ર જીવનને ભરપુર કરે તે પ્રેમ !
કોઈનું નાનકડું પદ ચિન્હ રસ્તો બતાવી જાય તે પ્રેમ
પ્રેમના પ્રકાર અનેક ગુણ માત્ર એકજ સ્નેહ તે પ્રેમ !
ફકીરની આંખને શુષ્ક પથ્થરો માં સૌદર્ય દેખાય તે પ્રેમ !
અમી ભરેલી આંખમાં બધુજ હેતાળ વર્તાય છે તે પ્રેમ !
એક બાળકનું મીઠું હાસ્ય અંતર ના તાર ખેચે તે પ્રેમ !
બે આંખોનું ખેચાણ જોજન નું અંતર મીટાવે તે પ્રેમ!
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply