પ્રેમ સમંદર તરવા નીકળ્યા, ભંવરમાં ફસી ગયા
લંબાવ્યો હાથ અમે, તમે જઈ કિનારે વસી ગયા.
જીવનના ઝંઝાવાતને પણ હસતાં પાર કરી ગયા
દુઃખમાં બંધાએલ જોઈ અમને દુરથી હસી ગયા.
ના નડે અમાસ તમને, જલાવ્યા સપનાં રાતભર,
મળતા સુરજની રોશની, રાખ ફેલાવી ખસી ગયા.
સળવળતી ઇચ્છાઓ કઈ જનમોની તરસી હતી,
સ્મિતનું ઝાકળ માંગતા, મૃગજળ થઇ વરસી ગયા.
જુલમની સઘળી વેદનાઓ ભેટ સમજી સહી ગયા.
એ અંતમાં સમજાયું, લો કણકમાં ઊંડે ધસી ગયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply