મે એટલે જ નફરત મૂકી છે
પ્રેમ માટે ય જિંદગી ટૂંકી છે
જ્યારે, જ્યાં કર્યા છે રાગ, દ્વેષ
જિંદગી ધડકન તરત ચુકી છે
સુખી થવાં બનવું છે બાળક
મોજને નાદાનીએ જ લૂંટી છે
ઝૂકે છે જે આત્માનાં અવાજને
એ જિંદગી ક્યાં કોઈને ઝૂકી છે
જિવનનાં આલિંગને જે બંધાયો
ગાંઠો પીડાની એની જ છૂટી છે
કોઈની ઉણપ શોધતી જ રે’વી
એ જ આપણી મોટી ત્રુટિ છે
શીખી લેવું સત્ય, પ્રેમ ને કરુણા
પછી ના અઘરી કોઈ કસોટી છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply