તું આવ મારા મુઠ્ઠી જેટલા દિલમાં સમાવું તને
તું જો હા પડે તો ખુદ તારા ઘરે થી ભગાવું તને.
ઝળહળતાં રૂપ સામે હીરા માણેક શું ચીજ છે
આંગણની બારમાસી થી બારેમાસ સજાવું તને.
ચાંદ જેવા ચહેરાની જો કદી ચમક ઝાંખી થાય,
સુરજ સામે ઘરૂ બીલોરી કાચ, ને ચમકાવું તને.
રચાવી લે ગોરી હથેળીમાં તું મહેદી મારા નામની
તું રાંઘે રસોડે મારે, ને હાથે કોળિયા ભરાવું તને.
આ સંસાર રથની છે બે ચાર દિવસની વાત નથી,
બસ તું હા ભણે તો જીવન ભર સાથ દોડાવું તને.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply