પ્રેમ અને કદર
બેવ રસ્તામાં મળી ગયા
કોણ કોને સમજાવે કે હંફાવે
પ્રેમનું લાંબુલચક લિસ્ટ હતું.
તેણે સઘળું
હોઠ આંખ અને વર્તનથી કહી દીધું.
બદલામાં જીવન માંગી લીધું.
કદર સદંતર ચૂપ રહી.
ઉઠાવી નજર બહુ હળવે થી,
પછી,
બસ એ બે આંખોમાં
જરાક અમથું
પ્રેમનું ઘી પુરી દીધું
અને મહી પ્રજ્વલ્લી ઉઠ્યો
આશાનો દીપ.
વધારે કઈ નહિ,
બસ એ હ્રદયમાં
મુકી લાગણી તણી સરવાણી
મહી ઉમટી પડ્યો સ્નેહનો સાગર.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply