પ્રેમ એટલે ..
તે મને આપેલું દીર્ઘ ચુંબન કે જાતા આપેલી વેદના?
મારે તો પ્રેમ એટલે તારું આવવું અને મારું ખોવાવું.
પ્રેમ એટલે..
દિવસે તારા બતાવ્યા તે,કે રાતે ગણતા શીખવ્યા તે?
મારે તો પ્રેમ એટલે તારા જ પડછાયે મારું ચમકવું
પ્રેમ એટલે..
તે મને આપેલી કલમ કે વિદાયે પાછા માગેલા શબ્દો ?
મારે પ્રેમ એટલે તારા નામ મહી વિનોદિની નું જડવું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply