પ્રશ્ન જેવો જવાબ આપું છું,
માન ખાતર ગુલાબ આપું છું.
હર કદમ છે વસૂલ કરનારા,
હર કદમ હું હિસાબ આપું છું.
ટેવ છે, નોકરી છે શું શું છે ?
મયકદામાં શરાબ આપું છું.
રોજ દર્શન કરે છે કૈ’ ચહેરા,
જાણે દરરોજ ખ્વાબ આપું છું.
કોઇ ઈનકાર પણ કરે ‘ સિદ્દીક’,
દિલનો એક જ ખિતાબ આપું છું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply