પ્રણયને નિખરવા વફા જોઇએ,
આ વ્રુક્ષને હંમેશા ઘટા જોઈએ.
ઘરેઘર સમાચાર પહોચાડવા,
સમસ્યાને થોડી હવા જોઈએ.
નથી મળતાં પદ ‘કામથી’ દોસ્તો,
સફળતામાં સૌની દુઆ જોઈએ.
અહીં રોજ શંકાય છે આ સડક,
જરૂર આ તરફ એક શમા જોઈએ.
બજારોની આંખોમાં પદ પામવા,
એ વ્યક્તિની પાસે મતા જોઈએ.
ઘણી વાત કીધી, ઘણી વાર થઇ,
તમારી હવે તો રજા જોઇએ.
સ્વભાવોને સાચવ્વા ‘સિદ્દીક’ હવે,
રજુઆતમાં પણ કલા જોઇએ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply