પ્રજા નાયકને ખલનાયક કરે છે,
પછી લાયકને, નાલાયક કરે છે.
ભલે એ બોલતો સાચુ નથી પણ,
ઘણી સચ્ચાઈથી નાટક કરે છે.
જે ડમરૂ વેચવા આવી ગલીમાં,
રડાવી બાળકો, ગ્રાહક કરે છે.
એ ભૂખ્યો છે, ભિખારીને તપાસો,
જે બેંકોમાં જમા આવક કરે છે.
બને છે ડૉક્ટર, એન્જિનિયર તું,
તને મરઘો તો એક શિક્ષક કરે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply