પ્રભુ શ્વાસેશ્વાસે મારું સત વધારજે
પ્રેમ, કરુણાનું મારું તું વ્રત વધારજે
હક્ક નહીં જવાબદારીને હું સમજું
પ્રભુ પ્રદાન વધે તો જ પદ વધારજે
મીણબત્તી ભલેને નાની થતી જાય
મારી જ્યોતનું સતત તું કદ વધારજે
ઊંચો થાઉંને તો વધે પહોળાઈ પણ
શકટનાં શ્વાન સમો ના મદ વધારજે
‘સર્વે ભવંતુ સુખિન:’ની શુભ ભાવના
પ્રભુ અત્ર,તત્ર અને સર્વત્ર વધારજે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply