એફ.બી.પર રોજ અંકિત થૈ જતો,
રોજ ગઝલો લૈ પ્રદર્શિત થૈ જતો.
એજ ખાતો,એજ પીતો, જીવતો
રોજ ગઝલોને સમર્પિત થૈ જતો.
ના ઝરણ ફૂટે ગઝલનું કોઈ દી,
તો એ ભીતરમાં પરાજિત થૈ જતો.
આ નગર એવું છે અહિંયાં ‘દોસ્તો’,
કોઈ પણ ,કર્મોથી ચર્ચિત થૈ જતો.
દિલમાં ચોરી હોય તો એ ના ડરે,
ને કોઈ શકથી વ્યવસ્થિત થૈ જતો.
આવનારો દૂરથી દેખાય તો,
મારૂં સમજીને હું પુલકિત થૈ જતો.
દિલથી દિલ’ સિદ્દીક’મળે તો શક્ય છે,
કોઈની આંખે સુરક્શિત થૈ જતો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply