તાંદુલ,ભાજી,બોરની નિધિનું સન્માન કરજો
જનમતનું નહીં પણ નીતિનું સન્માન કરજો
લોકપ્રિયતાનું નહીં પણ રીતિનું સન્માન કરજો
આત્મા ચેતવજો જ હોય છે તન,મનને સદા
જ્યારે,જ્યાં રોકે એની ભીતિનું સન્માન કરજો
તુલસી વધી જશે જ મૂલ્યમાં છપ્પનભોગથી
તાંદુલ,ભાજી,બોરની નિધિનું સન્માન કરજો
જીવને શિવ સુધી કલ્યાણમાર્ગે એ લઈ જશે
સત્ય,પ્રેમ,કરુણાની વિધિનું સન્માન કરજો
દર્દી,દરિદ્ર,અબોલની મદદ હોય છે સદા શુભ જ
વણજોયાં એ મુહૂર્તની તિથિનું સન્માન કરજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply