શાંતિની ઈચ્છા માટે બસ ઈચ્છાને શાંત કરો
રાગદ્વેષ,મોહમાયાનાં અંતની શરૂઆત કરો
શાંતિની ઈચ્છા માટે બસ ઈચ્છાને શાંત કરો
જેને શોધ્યા કરો છો સતત ને સતત બહાર
તે અંદર છે, માંહ્યલા સાથે તો મુલાકાત કરો
પહેલાં તો અસ્તિત્વની નાતમાં જાઓ ઘૂસી
પછી જ જરૂર લાગે તો બીજી નાતજાત કરો
બનો અલગ આ એકસરખાંઓની દુનિયામાં
સ્વપ્નની ભલે વાત તો વાત,પણ વાત કરો
વિશ્વ જ્યાં ભિખારી,એને ઋણી રાખવાં સહજ
રાવણ સામેય જટાયુ જેમ આત્મનાશી ઘાત કરો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply