આધ્યાત્મે તો નિરક્ષર છે એ જેને બધું જ્ઞાત છે
તમારું હોવું ને એ જ તમારાં માટે પર્યાપ્ત છે
કારણ કે ઈશ્વર તો છે જ, અને બધે વ્યાપ્ત છે
ચોપડી ને ખોપડી! જ્ઞાનને કહી જ દો પ્રજ્ઞા બને!
આધ્યાત્મે તો નિરક્ષર છે એ જેને બધું જ્ઞાત છે
કાળચક્રને સમતાથી સમજો અને સ્વીકારી લ્યો
સૂર્યોદયનું મૂલ્ય તો તો જ છે ને જો સૂર્યાસ્ત છે
પારો છે માયા તેને તો રાખજો ખુલ્લી હથેળીમાં
છોડી શકે ને જે નિસ્પૃહતાથી તેને બધું પ્રાપ્ત છે
આહાર,નિદ્રા,ભય,મૈથુનમાં ગૂંચવાડી રાખે પ્રભુ!
માનવનું તેથી સ્મશાને સ્મશાન પૂરતું કલ્પાંત છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply