ડાયરીનું એક પાનું
તારીખ : ૨૯-૧૦-૨૦૧૩
સમય : રાત્રે ૧૨-૪૫
“બેહોશીનો ઈલાજ” ઓ’હેનરીની વાર્તા વાંચી. સુતેલાને જગાડી શકાય પણ જાગતાંને કેમ જગાડવા?? ને, જો જાગેલી વ્યક્તિ ‘જાગી’ જાય તો શું થાય?
આ પ્રશ્નોના જવાબ આ વાર્તામાં જડે છે.
વાર્તા બે મિત્રોની છે. બેઉ ડૉક્ટર છે. એક દિવસ એમાંનો એક મિત્ર ટોમ જે ખૂબ ધનિક છે એ ભૂલથી મોર્ફિનના ડોઝ લઈ લે છે. પરિણામે બેહોશ થઈ જાય છે. તેને હોશમાં લાવવાના ઉપચાર માટે અમુક દવાઓ અપાય છે પણ.. ટોમને જગાડવો ખૂબ જરૂરી છે.
આ માટે તેનો મિત્ર એની સાથે વાતો કરીને એને સતત જાગતો રાખવાના પ્રયત્નો કરે છે પણ..જોઈએ એવી સફળતા નથી મળતી..ટોમ વારંવાર બેહોશીની ગર્તામાં સરી પડે છે. આથી એનો મિત્ર વિચારે છે કે હવે કંઈક એવી વાત કરું કે જેથી ટોમ ગુસ્સે થાય અથવા હર્ટ થાય તો..એ ‘જાગી’ જશે.
આમ વિચારીને એણે.. ટોમને એની ગર્લફ્રેડની યાદ અપાવી..ને કહ્યું કે..તે એ સીધી સાદી છોકરીને તારી પાસે ધન આવ્યું પછી છોડી દીધી છે ને એના કારણે એ છોકરી બહુ દુઃખી છે. આમ જૂની વાતો ઉખેડીને ટોમને ઉશ્કેરે છે..ટોમ સફાઈ આપે છે પણ મિત્રને સમય પસાર કરવાનો હતો..ને ટોમને જગાડવાનો હતો એટલે એ ઉગ્ર દલીલો કરે છે.
આ રીતે મિત્ર ટોમને બેહોશ થતો અટકાવે છે.. મનમાં વિચારે છે કે સવાર થતાં ટોમને આમાંનું કશું યાદ નહિ હોય..ને બધું રાબેતા મુજબ થઈ જશે.
પરંતુ..સવાર થતાં ટોમ સ્વસ્થ થઈને એની પાસે આવે છે ને મિત્રની માફી માંગે છે ને આભાર પણ માને છે.
આમ કહીને ટોમ બહાર જવા જાય છે ત્યારે મિત્ર પૂછે છે કે ક્યાં જાય છે? ટોમ જવાબ આપે છે કે.. પેલી છોકરીને ટેલિગ્રામ કરવા..!!
આ ‘જાગવું’ એ જ ખરેખર જાગૃતિની પળ હતી.. મિત્રએ જે બેહોશીનો ઈલાજ કર્યો એના કારણે ટોમ ‘જાગી’ જાય છે.
લક્ષ્મી ડોબરિયા.
13 may
Leave a Reply