પહેલ સદા વિરોધ અને વિવાદ લઈને આવે છે
દિવસ પણ પોતાની સાથે રાત લઈને આવે છે
મૌન જ સૌથી વધુ અંતરનાદ લઈને આવે છે
સુવિચાર કોઈ પણ અને કોઈનો પણ હોય ને
પહેલ સદા વિરોધ અને વિવાદ લઈને આવે છે
ખાલી હાથે આવ્યાં ભલે, પ્રદાન મૂકી જઈ શકો
જિંદગી તો હંમેશા કર્મનો પ્રસાદ લઈને આવે છે
ચાહીએ એ મળે એ પૂર્વ શરત હોય,તે નથી પ્રેમ
પામવાની તલપ જ પ્રેમમાં બગાડ લઈને આવે છે
પુરુષાર્થની પરાકાષ્ઠા રચશો તો પલટાશે પ્રારબ્ધ
અસ્તિત્વ સૌ માટે કલ્પવૃક્ષનું ઝાડ લઈને આવે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply