લગભગને તો હવે ક્યાં નાક છે
કોઈ આ જગતમાં ખતરનાક છે
કોઈ આ જગતમાં છેતરનાક છે
તમે શુપર્ણખાને પણ ભૂલી જશો
લગભગને તો હવે ક્યાં નાક છે
મુઠ્ઠી દુર્જનો જ સતાવે છે જગને
બહુમતિ સજ્જનોનો એ વાંક છે
તેથી જ તો ઘર ઘર નથી રહ્યું હવે
વડીલનો મોભ કે ના બારસાખ છે
હવા,દિશા,વેગ એ સૌ પછી આવે
ઊડવું હોયને તો ઉત્સાહ પાંખ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply