દે સમય પડકાર, પણ બોલે નહીં
દે સમય પડકાર, પણ બોલે નહીં !
ને, કરી લે વાર, પણ બોલે નહીં !
એક પરપોટાને બસ, જીવાડવા. .
થાય. જળ આધાર, પણ બોલે નહી !
મેઘ થઈ વરસી જવા, દરિયો લઈ લે,
બાષ્પનો આકાર, પણ બોલે નહીં !
જીવતા પર્વત થયા જેનાથી એ-
તૃણ છે કસદાર, પણ બોલે નહીં !
ઓસ ને ફૂલો, નિભાવી લે સહજ,
આગવો વ્યવહાર, પણ બોલે નહીં !
સાવ સૂકી ડાળખી પણ આપે છે,
માળાને ધબકાર, પણ બોલે નહીં !
આ ગઝલ, મારા બધા યે ભારને-
ઝીલે છે સાભાર, પણ બોલે નહીં !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply