દોસ્તની પ્રગતિમાં ઇર્ષાળુતા ગુમાવવી પડશે
કલ્યાણ મિત્ર થવામાં મિત્રતા ગુમાવવી પડશે
પ્રભુ જોઈએ છે? તો પ્રભુતા ગુમાવવી પડશે
દોસ્તાર થવું છે? દોષમાંથી તારવાં પડે મિત્રને
દોસ્તની પ્રગતિમાં ઇર્ષાળુતા ગુમાવવી પડશે
વસાવવું છે સત્ય,પ્રેમ, કરુણાનું નગર હૃદયમાં
રાગ,દ્વેષ,લોભ ને કામની મતા ગુમાવવી પડશે
થવું હોય કિંગમેકર તો ધરબાઓ પાયો બનીને
ઇમારત સર્જવાને કિંગની,સતા ગુમાવવી પડશે
છે ચમચાગીરીનાં ઘણાં લાભ કળિયુગમાં પણ
વાણી,વર્તન,વ્યવહાર સ્વતંત્રતા ગુમાવવી પડશે
– મિત્તલ ખેતાણી
Leave a Reply