મૈત્રી નિભાવનાર તો કહ્યાં કે કીધાં વગર કરે છે
અસર બહુધા ક્યાં કોઈ પણ અસર કરે છે
કરે છે ને તો તે માત્ર ને માત્ર આડઅસર કરે છે
દુશ્મનો જ ચૂકે છે ને મૂકે છે યુદ્ધધર્મ એવું નથી
મિત્રો પણ ગદ્દારીમાં ક્યાં કોઈ જ કસર કરે છે
નજરમાં જે રાખે છે ને સૌને માઈક્રોસ્કોપથી
દૂરબીનથી પણ તે ક્યાં પોતાં પ્રત્યે નજર કરે છે
જેને દોડવું જ છે તે ક્યાં શોધે છે ઉછીનો વેગ
જેને રાજમાર્ગ ન મળે ને તે ખુદની ડગર કરે છે
કળિયુગે સુદામાને ન તોડાવતો શ્યામ તું મહેલે
મૈત્રી નિભાવનાર તો કહ્યાં કે કીધાં વગર કરે છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply