કાચના ઘર ,પથ્થરોના શહેરમાં જીવી શકે?
પ્હાંણ જે કે’વાય દિલ એ જામ ગમના પી શકે?
કેમ એક ચ્હેરો નવો થઇ રોજ દર્શન દે મને,
દોસ્ત, વારંવાર મળવું કેટલું શોભી શકે ?
એટલે શિક્ષકની સોટી ભાગ્યમાં એને મળે,
શાળા છોડયા બાદ ભણતરને વધુ સમજી શકે.
એ કદી પાછો ફરે નહીં ખાલી હાથે દોસ્તો,
પ્હોંચવાને લક્ષ્યનું સરનામું જે પૂછી શકે!
“ગેસ્ટ હાઉસ” , વ્રુક્ષ મૂકીને બતાવો એક ઘર,
જ્યાં મુસાફર આ વખત નિશ્ચિત રહી થોભી શકે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply