રૂબરૂ મળશો તો અવસર થઇ જશે,
માંદા દ્રશ્યો ખૂબ સુંદર થઇ જશે.
કેદ કર દુરબીનમાં મેદાનને,
કાલ અહિયાં ખૂબ ચણતર થઈ જશે.
ન્યાય , સત્ય , લાજ ખોવાઈ જશે,
જૂઠ,અશ્લીલતા જભણતર થઇ થશે.
મીઠું બોલીને ન આકર્ષો તમે,
દાકતર કહે સૌને સુગર થઇ જશે.
આવશે માંણસગીરી સૌ પ્હાંણમાં,
ને ઘણા ઈન્સાન પથ્થર થઇ જશે.
શાંત જળમાં પ્રશ્નના પથ્થરને માર,
ચિત્તમાં કુંડાળા ઉત્તર થઇ જશે.
આજ વાપરનારની ચિંતા કરો,
મહેલ જેવા મહેલ પડતર થઇ જશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply