વાત આખા વિશ્વમાં ફેલાઈ ગઇ,
ઈશ્ક કરવાની સજા શેરાઈ ગઇ!
માની મમતા સૌને એક જ રાખતી,
બાળ મોટા થ્યા તો મા વ્હેંચાઈ ગઇ.
દુશ્મનોની દુશ્મની સુધરી ગઈ,
દોસ્તોની દોસ્તી ખરડાઈ ગઇ.
એણે મુજ પથ્થરને એક માણસ કર્યો,
સ્પર્શતા મારી નયન ભિંજાઈ ગઇ.
માછલીને વિંધતાં અર્જુનથી,
અપ્સરાની આંખડી વિંધાઇ ગઇ.
હાથ મત્લાએ મને શું દઇ દિધો,
વાતો વાતોમાં ગઝલ સર્જાઇ ગઇ.
‘બીજેપી’ જેવું સમર્થન આપતાં,
હર “નવી સેલિબ્રિટી” વખણાઇ ગઇ.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply