હાડમારીમાં નીકળતા કેમ છો?
ઘરથી નીકળી ઘર બદલતા કેમ છો?
“માસ્ક” , અંતરનેય” ભેટે છે હવા,
કસમય ઘરથી નીકળતા કેમ છો?
એટલે દંડા ઉછળતા હોય છે,
કોઈની ” વેક્સિન” બનતા કેમ છો?
છે ખબર કાનૂન કાળા નાગ છે,
આંખ આડા કાન કરતા કેમ છો?
‘મા’ના પડખે આંસુઓ ટપકે નહિં,
પ્હાંણ જેવા થઇ,બદલતા કેમ છો?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply