પાંદડાને ભાન છે.
ખરવું એની શાન છે.
મેં કહ્યું કે, ‘આવ ને’,
તો સમય હેરાન છે.
મન, મગજના શસ્ત્ર સહુ,
પ્રેમ સામે મ્યાન છે.
સાચવી લઉં બે-ઘડી,
દર્દ, તું મહેમાન છે.
મૌનને ધરપત થઈ,
ટેરવાંને કાન છે.
સજ્જ ચુલો થઈ ગયો,
કોઠલામા ધાન છે.
સ્થિર મનના મૂળમાં,
શબ્દનું રસપાન છે.
– લક્ષ્મી ડોબરિયા
“તમન્ના”.. સપ્ટેમ્બર ૨૦૨૩માં પ્રકાશિત
Leave a Reply