ડગર જે સંભાળી હતી, ત્યા માગઁ ખુટયા હવે.
રસ્તો જે મંઝીલ સુધી નો હતો, ત્યા વાટ ખુટી હવે.
શમણુ એક જોયેલ જે પુરુ કરવા, ત્યા મહેનત છુટી હવે.
સફળતા ના અહંમ માં રાચતા હતા, ત્યા હાર આવી હવે.
પ્રશ્વેદ ના બુંદ ચહેરા પર ટપકયા કરે, ત્યા આશ ખુટી હવે.
સ્વાથઁ સાધતા દુર સરી ગયા સહુ, ત્યા એકલતા રહી હવે.
જીવન ની ડગર જયાં પુણઁ થાય,ત્યા ચાલશુ હવે.
ભવસાગર પાર કરવા માટે કયારેક, ત્યા પરમાથઁ કરીશુ હવે.
જયાં બાદબાકી કરવા ની ન હતી, ત્યા બાદબાકી કરી હવે.
જીવન ના સરવાળા ને હિસાબ, ત્યા ખોટા પડયા હવે.
કાજલ ની વાતો માં પુનરાવતઁન ની વાત,ત્યા આવી રહી હવે.
કયાંક ને કયાંક નાવીન્ય સારુ, ત્યા ઝુરવુ પડશે હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply