આજ તારી અદાલતમાં આવી છું,
કેસ મારો પુરવાર કરવા આવી છું.
સાચા ખોટાના પુરાવા ઘણા લાવી છું,
ફેસલો તારો સ્વીકારવા જ આવી છું.
ગુન્હેગાર છું તારી- તારી સમક્ષ આવી છું,
વિશ્ર્વાસે તારા જીવન જીવવા આવી છું.
સજા આપતો એ ભોગવવા આવી છું,
માફીની હક્કદાર નથી, માફી યાચતી આવી છું.
તું સ્વીકારે કર નાકર તારે શરણે આવી છું,
તારા ફેસલા સાથે, જીંદગીનો નાતો જોડવા આવી છું.
સાથે સંકળાયેલ બેગુનાહો માટે આવી છું,
અર્જ એ સજામાં કયાંય ચુકના થાયતે કહેવા આવી છું.
નથી અપેક્ષા રહેમની, ના કરતો રહેમ તું કહેવા આવી છું,
ભૂલ હોયતો કર શિક્ષા, માર્ગ સાચો બતાવ કહેવા આવી છું.
શરણ તારું માન્યું કાજલે,નાવને મઝધાર મુકી આવી છું,
પતવાર ને દોર તારા હાથમાં સોપવા આવી છું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply