જિંદગી તું થોડી રોકાઈ તો જા,
તું હવે થોડી થોડી મળતી તો જા.
ઘણાં સંબંધો હજી જીવવાના બાકી છે,
એક સમય થયો,મુક્ત મને હસવું છે.
ઉદાસીને ખંખેરી તારી સાથે ચાલવું છે,
થાક ઉતારવા સાથ હવે તારો કરવો છે.
જીવન જીવ્યા બીજાની ખુશી માટે છે,
હવે તારી સંગ ખુદ માટે જીવવું છે.
નવેસરથી જીવનના દાખલા માંડવા છે,
શું મલ્યું તે નહિં શું આપ્યું તે જોવું છે.
એકવાર ભીની રેતીમાં પગલા પાડવા છે,
કલ્પનાની ઉડાને મારે હજી ઉડવુ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply