દુનીયા કહે દપઁણ ખોટુ ના બોલે.
હુ કહું દપઁણ કેમ ખોટુ ના બોલે?
કયારેક કહી દે, હું સુંદર છુ . તો તેનુ શુ જાય?
કેમ વારંવાર અહેસાસ કરાવે કે તું સુંદર નથી.
હરવખત તૈયાર થાવ, સજાઉ સંવારુ,
વિચારુ સુંદરતા ની મુરત
અને તું સચ્ચાઇ નો આઇનો દેખાડે
વાળ માં સફેદી,ચહેરા પર કરચલી,
શું મળે તને આ દેખાડી ને
મારો ભ્રમ જળવાય
સુંદર, હસીન,યુવાન….
ઓ દપઁણ તને શુ તકલીફ થાય..
દુનીયા કાંઇ કહે, દીલ કાંઇ કહે,
તારુ સચ તો અલગ જ..
દીલ તોડે દપઁણ તારુ….
સપના નો ભ્રમ તોડી જાય…
સચ તારુ વામણુ બનાવે..
આમજ હાલાત સાથે સમાધાન થઇ જાય..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply