નથી જોતાં મારે તારા ગાડી બંગલા વ્હાલા,
મારે તો તારા દિલ માં ઘર કરી રહેવુ વ્હાલા.
સેલા,પટોળા, રેશમી વસ્ત્રો ને શું કરુ?
મારે તો બસ તારા નામની ચુંદડી ઓઠવી વ્હાલા.
આ આભુષણો ના ઢગ મારે શું કામના?
મારે તો જોઇએ ચપટીક સિંદુર તારે હાથ વ્હાલા.
નથી જોતાં બત્રીસ પકવાન થાળ મારે,
તારો પ્રેમ જ ભવોભવ નુ ભાતુ વ્હાલા.
સાથ તમે આપો કે ના આપો જીવનડગર માં,
મારે તો તમારુ નામ જ કાફી છે જીવવા વ્હાલા.
શું કરુ આ દુનિયા ના સુખો નુ હવે હું?
મારે તો તારો પળભર નો સાથ જ સુખ વ્હાલા.
સાંભળો ને સમજી શકો તો એક વાત કહું?
કાજલે કયોઁ છે પ્રેમ તુજ થી જ વ્હાલા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply