નસીબ ની સંતાકુકડી ખુબ ચાલી
આંખ મીચૌલી રમતા રમતા
કયા ના કયા પહોંચી ગયા….
વરસો વીત્યા…..
લાગ્યુ કે છુટી ગયુ..બધુ…
પણ ના,
અમે તો ઠેર ના ઠેર… રહયાં
સમય સરીગયો ને અમે જયા ના ત્યાં જ રહયા..
પથ્થર પર પાણી જેમ વષોઁ વહ્યા..
યાદો ના ઘાવ નાસુર બન્યા…
સમજ ની સમજ માં નાસમજ રહયા…
જીવન ની સફર માં એકલા ના એકલા જ રહયાં..
યાદ ને ઉર માં સ્થાપી…મન રાજીપો પામતા રહયાં..
“કાજલ” હસતી ને હસાવતી રહી…
જીવનભર તમને સ્મરણ કરતા રહયાં..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply