સાંજ એટલે મારા માટે……
તારા આગમન ની પ્રતીક્ષા એ સ્થંભિત,
થીજેલા રક્ત માં આવતો તારા સ્પંદન નો ગરમાવો.
મારા શ્ર્વાસો માં ગુંજતો તારા નામ નો ટહુકો,
અંગ અંગ માં જાગૃત થતી ઉમીઁ નો ઉછાળો.
શબ્દો થી કેમ સમજાવુ?
નિરખ્યા કરુ .તુજ મિલન ના સપના સજાવ્યા કરુ
સપના….. મારી ઇચ્છાઓ ના મારી…ઝંખના ના.
તને હૈયે ચાંપુ,વેલ જેમ વીટળાઇ જઉ.
તારા શ્ર્વાસો માં ભળી જઉ?
પ્રિય!…તારી પ્રિયા બની જઉ?
શબ્દો કયાં થી શોધુ ?
આ વ્યકત કરવા?
બસ ! એક ભાવ મારો તુજ હ્રદય સુધી પહોંચવા નો.
સ્પશેઁ તને મારી લાગણી?
તારી તારી જ પ્રતિક્ષા માં……
તારી દીવાની….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply